Friday, September 10, 2010

જીન્દગી શતરંજની જેમ રમી રહ્યો છું હું

જીન્દગી શતરંજની જેમ રમી રહ્યો છું હું,
ક્યારેક પ્યાદું તો ક્યારેક નૃપ થયો છું હું.
આડી, અવળી, ટેઢી ચાલને નાથી છે પરંતુ
દુશ્મનની એક સીધી ચાલથી મૂંઝાયો છું હું.
જેટલા વાર દુશ્મનના નથી મુજ શરીરે
વધુ તેથી મુજના સોગઠાંથી ઘવાયો છું હું.
વિચારેલી ચાલથી જીત થાય, જરૂરી નથી, પણ
ક્યારેક અવિચારી ચાલથી બાજી જીત્યો છું હું.
બાજી બદલતી હોય છે રાજાની એક ચાલ બસ
એ ચાલની શોધમાં આખી જીન્દગી ભટક્યો છું હું.
- ડૉ. રશ્મિકાંત શાહ

0 comments:

 
Free Website TemplatesFreethemes4all.comFree CSS TemplatesFree Joomla TemplatesFree Blogger TemplatesFree Wordpress ThemesFree Wordpress Themes TemplatesFree CSS Templates dreamweaverSEO Design