જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ.
ફરી બર્થ લેવા બહુ જોઈશે હામ
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ…….
હવે દેવકીજી એટલે સરોગેટ મધર અને
સ્પર્મ બેંકના રજીસ્ટરમાં શોધવું પડે ફાધરનું નામ.
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ…….
ઈન્ટરનેટ અને મોબાઈલ પર જ મળે છે રાધાજી,
બરસાના હવે વિસ્તારીને બન્યું છે ગ્લોબલયુ ગામ,
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ…….
ટેલ અર્જુન, પાણીમાં જોઈ હવે નથી ફીશ વીંધવાની
ટેલીવિઝનયા સ્વયંવરમાં દ્રૌપદીની ભરવાની હોય માંગ.
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……
કંસ, બકાસુર, કાળી નાગને નાથવા ખુબ ઇઝી હતા
હવે રોજ રોજ પોપ અપ થાય, નક્સલી અને તાલિબાન.
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……
નુક્લિયર, હાયડ્રોજન અને બયોલોજીકલ વેપન વચ્ચે
ગદા, ધનુષ્ય કે તારા સુદર્શન ચક્ર શું આવશે કામ?
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……
એવરીવેર છે યાદવાસ્થળી અને એવરીવેર છે મહાભારત,
પણ ક્યાંય કામ આવતું નથી હવે ગીતાનું જ્ઞાન.
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……
મોંઘવારી, ભ્રષ્ટાચારી -કેટલા કુરુક્ષેત્રે ફાઈટ કરવી હવે?
સારથી બની રક્ષા કરો ને તમેજ રાખો અમારું ધ્યાન,
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……
- ડૉ. રશ્મીકાન્ત શાહ
ચર્મરોગ નિષ્ણાંત- કાંદીવલિ (વેસ્ટ) મુંબઈ


0 comments:
Post a Comment